HomeGujaratહળવદના જુના અમારાપર ગામ નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત: એકનું મોત

હળવદના જુના અમારાપર ગામ નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત: એકનું મોત

હળવદ તાલુકાના જુના અમરાપર ગામ પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સજાર્યો હતો. આ બનાવમાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એકને ઈજા પહોંચી હતી. જેથી આ બનાવ અંગે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

હળવદ તાલુકાના મીંયાણા ગામે રહેતા અને ખેતી કરતા લલીતભાઈ ઉર્ફે લાલજી ઘનશ્યામભાઈ સીંહોરએ આરોપી મોટરસાયકલ રજીસ્ટર નં.GJ13-KK-5233ના ચાલક વિરજીભાઈ દલવાડી (રહે. જુના અમરાપરવાળા) વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે, આરોપીએ પોતાનુ મોટરસાયકલ નં.GJ13-KK-5233 વાળામાં પેટ્રોલપંપેથી પેટ્રોલ પુરાવી બેફીકરાઇથી ચલાવી રોડ ઉપર આવતા-જતા વાહનો જોયા વગર રોડ ઉપર ચલાવી નિકળી રોડ ઉપર એકદમ આડા પડતા મોટરસાયકલ રજીસ્ટર નં.GJ36-AD-1582 વાળા સાથે અથડાવતા બાઈક સવારને માથાના ભાગે ગંભીર ઇજા થતા મૃત્યુ નિપજ્યું હતું તથા સાહેદ તથા પોતાને ઇજા પહોંચાડી હોવાની લલીતભાઈએ આરોપી બાઈક ચાલક વિરજીભાઈ દલવાડી વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular