Monday, April 27, 2026
HomeGujarat“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસે 14 ખોવાયેલ મોબાઈલ અરજદારોને...

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસે 14 ખોવાયેલ મોબાઈલ અરજદારોને પરત કર્યા 

Advertisement
Advertisement

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સૂચના કરેલ હતી. તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ અમે પોલીસ ઇન્સપેક્ટર ડી.વી.ખરાડી વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના સુપરવિઝન હેઠળ વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા અત્રેના સ્ટાફને સુચના કરેલ હતી.

 

જે અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ.હંસાબેન પાપોદરાએ “CEIR પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી અત્રેના સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી કુલ 14 જેટલા આશરે 2,75,275ની કિંમતના મોબાઇલો શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે. એ સુત્ર વાંકાનેર તાલુકા પોલીસએ સાર્થક કરેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular