Monday, April 27, 2026
HomeGujaratમોરબીમાં ગુંડાગીરી કરતો શખ્સ પાસા તળે જેલમાં ધકેલાયો

મોરબીમાં ગુંડાગીરી કરતો શખ્સ પાસા તળે જેલમાં ધકેલાયો

Advertisement
Advertisement

મોરબી શહેરમાં અવાર નવાર મારામારીના ગુન્હામા સંડોવાયેલો શખ્સ અંતે પોલીસની ગિરફ્તમાં આવી ગયો છે. ત્યારે મોરબી સીટી-એ ડીવિઝન પોલીસે આ પકડાયેલા ગુંડાને પાસા તળે અટકાયત કરી ભાવનગર જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર મારામારીના ગુન્હાઓમાં પકડાયેલ અસામાજીક તત્વ ગણાતો પીન્ટુ નારણભાઇ અજાણા (ઉ.વ.૨૫) રહે.ધુનડા(સ) તા.ટંકારા જી.મોરબી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવી હતી. જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટરે પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું. જેથી આ શખ્સને જીલ્લા જેલ ભાવનગર ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામાં આવ્યો છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular