HomeMorbiટંકારામાં વાડીમાં રહેતી સગીરાનું કુવામાં પડતા ડૂબી જવાથી મોત

ટંકારામાં વાડીમાં રહેતી સગીરાનું કુવામાં પડતા ડૂબી જવાથી મોત

ટંકારાના અમરાપર રોડથી જીવાપર જવાના રસ્તે ગોવિંદભાઈ અમરશીભાઈ લોની વાડીએ પગ લપસી કૂવામાં પડી ડૂબી જતાં સગીરાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારાના અમરાપર રોડથી જીવાપર જવાના રસ્તે ગોવિંદભાઈ અમરશીભાઈ લોની વાડીએ રહેતા રામાભાઈ સંગાડની દિકરી તોલીબેન (ઉ.વ.૧૩) શેઠની વાડીએ બકરા માટે પાણી ભરવા માટે વાડીએ કુવાની બાજુમા આવી કુંડી પર ચડી કૂવામાંથી પાણી ભરવા જતા અકસ્માતે પગ લપસી જતા કુવામાં પડી ગઈ હતી. જેથી સગીરા કુવામાં ડુબી જતા તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાથી સગીરાના પરિવારમાં કરુણાંતિકા છવાઈ છે. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular