HomeGujaratમોરબીમાં ગેરકાયદે હાથ બનાવટની બંદૂક સાથે એકની અટકાયત

મોરબીમાં ગેરકાયદે હાથ બનાવટની બંદૂક સાથે એકની અટકાયત

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ગેર કાયદેસર હાથ બનાવટની બંધુક સાથે એક શખ્સને પકડી પાડ્યો છે.

પોલીસે મોરબીના વીસીપરા સ્મશાન રોડ ઉપર કેશવાનંદ બાપુના આશ્રમ પાસેથી એક શખ્સને રૂ. 5 હજારની કિંમતની દેશી હાથ બનાવટની બંધુક (કટ્ટો) સાથે પકડી તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટની સુચના અંતર્ગત મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગે ગેરકાયદેસર હથિયારો રાખતા તેમજ અસામાજીક પ્રવૃતિ આચરતા શખ્સો શોધી કાઢી તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અન્વયે એન.એ.વસાવા, પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદિશભાઇ ડાંગર, સંજયભાઇ રાઠોડ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઇ બાલસરાને સંયુકત ખાનગી બાતમી મળી હતી કે, મોરબી વીસીપરા સ્મશાન રોડ ઉપર કેશવાનંદ બાપુના આશ્રમ પાસે એક શખ્સ દેશી હાથ બનાવટની બંદુક સાથે આંટાફેરા કરે છે, જેના આધારે તે જગ્યાએ જઈ તપાસ કરી આ શખ્સ મળી આવતા તેને કોર્ડન કરી પુછપરછ કરતા આદિનાભાઇ ઇકબાલભાઈ મકરાણી પાસેથી દેશી બનાવટની રૂ.5 હજારની કિંમત વાળી 1 બંદુક (કટ્ટો) ના મુદ્દામાલ સાથે અટકાયત કરી આર્મ્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી.

RELATED ARTICLES

Most Popular