એસોસિએશનના વર્તમાન અને ભૂતપૂર્વ હોદ્દેદારોએ એક્સપો માં લિવોલા ગ્રેનાઇટો ની ટીમ ને શુભેચ્છા પાઠવી.
નવી દિલ્હી : નવી દિલ્હી ખાતે આજથી શરૂ થયેલા વાયબ્રન્ટ
બિલ્ડકોન એક્સપોમાં લિવોલા ગ્રેનાઇટો સ્ટોલની સિરામિક એસોસિએશનના વર્તમાન અને ભૂતપૂર્વ હોદ્દેદારોએ મુલાકાત લઈ લિવોલા ટીમ ને શુભેચ્છાઓ પાઠવી.
નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રેઝન્ટ ‘વાયબ્રન્ટ બિલ્ડકોન – 2025’નું ઉદઘાટન આજે સવારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવ્યું છે. આ વેળાએ બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુનિલ શેટ્ટીની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી.
મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખો કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડજા, મુકેશભાઈ કુંડારીયા તેમજ હાલના પ્રમુખ સંદીપભાઈ કુંડારિયા અને હરેશભાઇ બોપલીયા , ઉપ પ્રમુખ સુરેશભાઇ પટેલ ના સહિતના એક્સપોની મુલાકાતે પધાર્યા હતા. આ દરમિયાન તેઓએ લિવોલા સ્ટોલ ની મુલાકાત લઇ લિવોલા ના મેનેજીંગ ડીરેક્ટર વિનોદ અંબાણી ને શુભેચ્છાઓ પાઠવી હતી.




