મોરબી તાલુકાના મકનસર ગામે પ્રેમજીનગર નેશનલ હાઇવે રોડ ઇટના ભઠ્ઠા પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગે પ્રોહી / જુગારની ગેરકાયદે પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરી વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના આપી હોય પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા મોરબી વિભાગ તરફથી વધુમાં વધુ પ્રોહી/જુગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી/ જુગારની ગેરકાયદે પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા પોલીસ ઇન્સ્પેકટર એસ.કે. ચારેલની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એન.સગારકા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ મુંધવા, શક્તિસિંહ જાડેજાને સંયુકત બાતમી મળી હતી કે, ‘મોરબી તાલુકાના મકનસર પ્રેમજીનગર ગામે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર સંજયભાઈ ઉર્ફે ધુડો રાતૈયાના ઈંટોના ભઠ્ઠા પાસે સંજયભાઇ ઇંગ્લીશ દારુ સગેવગે કરવાની પેરવીમાં છે. જે ખાનગી બાતમીને આધારે તે જગ્યાએ જઈ રેઇડ કરતા એક શખ્સને ઇંગ્લીશ દારૂની બોટલો સાથે પકડી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક ઇંગ્લીશ દારૂની રૂ.૪૭,૫૨૪ કિંમતની ૭૮ બોટલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી.




