Monday, April 27, 2026
HomeGujaratઘર પાસે ગાડી રાખવાની ના પાડતા વૃદ્ધને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની...

ઘર પાસે ગાડી રાખવાની ના પાડતા વૃદ્ધને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની આપી ધમકી

Advertisement
Advertisement

મોરબીના શનાળા બાયપાસ રોડ પર પાપાજી ફનવલ્ડ પાછળ તુલશી પાર્કમાં રહેતા વૃદ્ધે પોતાના ઘર પાસે ગાડી રાખવાની ના પાડતા વાહનચાલકે આ વાતનો ખાર રાખી વૃદ્ધને બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વૃદ્ધે ફરિયાદ નોંધાવી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના શનાળા બાયપાસ રોડ પર પાપાજી ફનવલ્ડ પાછળ તુલશી પાર્કમાં રહેતા જીવરાજભાઈ લાલજીભાઇ પનારા (ઉ.વ.૭૦) એ આરોપી અશોક ઉર્ફે મુન્નો દેવાણંદભાઈ જીલરીયા મૂળ રાજપર હાલ રહે. બાયપાસ પાર્ક, પાપાજી ફનવલ્ડ પાછળ શનાળા બાયપાસ મોરબી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીએ પોતાના ઘર પાસે ગાડી રાખવાની ના પાડતા તેનો ખાર રાખી આરોપીએ હોકી સ્ટીક લઇ આવી ફરીયાદીને બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular