Monday, April 27, 2026
HomeGujaratહળવદ નજીક હાસ્ય કલાકાર હકભા ગઢવીની કારને નડ્યો અકસ્માત

હળવદ નજીક હાસ્ય કલાકાર હકભા ગઢવીની કારને નડ્યો અકસ્માત

Advertisement
Advertisement

ડાયરા અને હાસ્યના શોખીન ગુજરાતીઓમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે હકાભા ગઢવીને ન ઓળખતા હોય. દેશ વિદેશમાં પોતાના રમૂજી અને પેટ પકડીને હસાવનારા જોકસથી નામના મેળવનારા હકાભા ગઢવીની કારને હળવદથી મોરબીના રસ્તે અકસ્માત નડ્યો છે.

હાસ્ય કલાકાર હકાભા ગઢવી આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ પોતાની કારમાં હળવદથી મોરબી માળિયા તરફ જઈ રહ્યા હતા તે સમયે હળવદના ધનાળા ગામ પાસે ટેન્કર પાછળ કાર ટકરાતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે અકસ્માતમાં હકાભાને કોઈપણ ઈજા પહોંચી ન હતી.


મળતી વિગતો અનુસાર, હાસ્ય કલાકાર હકાભા ગઢવી પોતાની કારમાં જઈ રહ્યા હતા તે વખતે ધનાળા ગામ પાસે હાઇવેની વચ્ચે આવેલા ડિવાઈડરમાં રહેલા વૃક્ષોનો ટેન્કર પાણી પીવડાવી રહ્યું હતું તે વખતે પાછળથી આવતી હકાભા ગઢવીની કાર અચાનક ટેન્કર સાથે ટકરાઈ જતા ડ્રાઈવર તરફનો કાચ તૂટી ગયો હતો અને બોનેટમાં પણ નુકસાન થયું હતું. જો કે કારમાં બેઠેલા હકાભા ગઢવી કે અન્ય કોઈને કોઈ પણ પ્રકારની ઈજા થઈ ન હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular