Monday, April 20, 2026
HomeMorbiમિતાણા ડેમ-૧ નજીક વાડીના ઘરમાં સૂતેલા વ્યક્તિને ત્રણ અજાણ્યા શખ્સોએ માર્યો ઢોરમાર

મિતાણા ડેમ-૧ નજીક વાડીના ઘરમાં સૂતેલા વ્યક્તિને ત્રણ અજાણ્યા શખ્સોએ માર્યો ઢોરમાર

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના મિતાણા ડેમ-૧ નજીક આવેલી વાડીમાં રહેતા યુવકને ત્રણ શખ્સોએ કોઈ કારણસર લોખંડના પાઇપથી માર મારતા આરોપીઓ સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, ટંકારાના મીતાણા ડેમ-૧ પાસે વાડીમાં આવેલા ઘરે રહેતા અમિતભાઈ રહીમભાઈ ઠેબા (ઉ.વ.૩૦) એ ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મીતાણા ડેમ ૧ પાસે આવેલી વાડીમાં પોતાના ઘરના ખુલ્લા કમ્પાઉન્ડમાં સૂતા હતા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ કોઇ કારણોસર અચાનક આવી શરીર પર ઢીકાપાટુ અને માથામાં લોખંડની વસ્તુથી ઢોરમાર માર્યો હતો. જેથી અમિતભાઈને ભારે ઇજાઓ પહોંચી હોવાથી તેમણે આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ સામે હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular