મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં વગડીયા વિસ્તારમાં રવીસ પેપરમીલના કારખાના સામે આવેલી પાણીની ખાડમાં ડૂબી જવાથી યુવકનું મૃત્યુ થયું છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના ઘુંટુ ગામે ક્રિયાન પેટ્રોલપંપની બાજુમાં રહેતા રમણીકભાઇ પ્રાણજીવનભાઈ વીરપરીયા (ઉ.વ.૩૬) નામનો યુવક ઘુટું ગામની સીમ વગડીયા વિસ્તારમાં રવીસ પેપરમીલના કારખાના સામે આવેલી પાણીની ખાડમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે પાણીમાં ડુબી યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી હતી.




