Monday, April 27, 2026
HomeGujaratભીમસર ચોકડી નજીક ટ્રક ટ્રેલરમાં માટીની આડમાં છુપાવેલી 1.62 લાખની વિદેશી દારૂની...

ભીમસર ચોકડી નજીક ટ્રક ટ્રેલરમાં માટીની આડમાં છુપાવેલી 1.62 લાખની વિદેશી દારૂની 156 બોટલ મળી આવી

Advertisement
Advertisement

માળીયા (મિં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે રોડ પરથી ટ્રક ટ્રેલરમાં માટીની આડમાં છુપાવેલ 1.62 લાખની કિંમતની વિદેશી 156 નંગ દારૂની બોટલો તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.21.62 લાખના મુદામાલ સાથે બે આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.

મોરબી એલસીબી સ્ટાફને ખાનગીરાહે બાતમી મળી હતી કે, સામખીયાળી તરફથી એક ટ્રક ટ્રેલર નંબર-RJ-32-GD-2544 વાળી મોરબી તરફ આવવાની હોવાથી જે ટ્રક ટ્રેલરના પાછળના ભાગે તાલપત્રી બાંધેલ છે અને તેમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલો છે. આ ચોકકસ બાતમીના આધારે માળીયા (મિં) ના ભીમસર ચોકડી નજીક આવેલા ઓવર બ્રીજ પાસે સર્વીસ રોડ પાસે ટ્રક ટ્રેલરની વોચમાં હતા તે દરમિયાન બાતમી વાળી ટ્રક ટ્રેલર નીકળતા તેને રોકી ચેક કરતા તેમાંથી અલગ-અલગ બ્રાંડની ઇંગ્લીશ દારૂની 156 બોટલો મળી આવી હતી જેની કિં. 1,62,660 રૂપિયા થાય છે તેમજ કુલ કિ.રૂ. 21,62,660 સહિતના મુદામાલ સાથે બે આરોપીઓ સોહનસિંગ નંદુસિંગ રાવત રહે. દેવરી મસુદા રોડ તા.મસુદા જીલ્લા બ્યાવર (રાજસ્થન) તથા જસવંતસિંગ નેપાલસિંગ રાવત રહે. ન્યા ગામ સારોટ તા.ભીમ જી.બ્યાવર રાજસ્થાનવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ માલ મોકલનાર ઓમસિંગ ઉર્ફે ઓમ પ્રકાશ રાવત રહે. બ્યાવર રાજસ્થાનવાળાનુ નામ ખુલતા તમામ આરોપીઓ વિરુદ્ધ માળીયા (મિં) પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular