Monday, April 27, 2026
HomeGujaratમાણાબા ગામ નજીક બે વર્ષ પહેલા થયેલી બાઇક ચોરીનો ગુનો ડિટેક્ટ થયો

માણાબા ગામ નજીક બે વર્ષ પહેલા થયેલી બાઇક ચોરીનો ગુનો ડિટેક્ટ થયો

Advertisement
Advertisement

માળીયા તાલુકાના માણાબા ગામ નજીક બે વર્ષ પહેલાં ચોરી થઈ મોટરસાયકલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી એક શખ્સને બે ચોરાવ બાઈક સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી પોલીસ સ્ટાફ માળીયા (મિં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન માળીયા (મિં) નજીક આવેલ ખિરઇ ગામના પાટીયા પાસે હાઇવે પર એક શખ્સ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે ઉભેલ હોય જે શંકાસ્પદ જણાતા શખ્સને રોકી તેની પાસે રહેલી મોટર સાયકલ જોતા હીરો સ્પ્લેન્ડર પ્રો. કંપનીનુ નંબર પ્લેટ વગરનુ હોય જેના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનુ જણાવેલ અને આ મોટર સાયકલ તેણે આજથી બે વર્ષ પહેલા માળીયા (મિં) તાલુકાના માણાબા ગામની સીમમાં આવેલી ધોડાધ્રોઇ નદીના રેલ્વે પુલ નીચેથી ચોરી કરેલી હોવાનુ તેમજ આ સીવાય પણ અન્ય એક મોટર સાયકલ તેણે આજથી બે વર્ષ પહેલા મોરબી તાલુકાના ખોખરા હનુમાનજીના મંદીરના સામેના ભાગેથી ચોરી કરી મેળવેલ હોય જે મોટરસાયકલ બંધ હાલતમાં તેના ઘરે પડ્યા હોવાનુ જણાતા જે બન્ને બાઈક બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મોટરસાયકલ પૈકી એક મોટર સાયકલ બાબતે માળીયા (મિં) પોસ્ટેમાં મો.સા. ચોરીનો ગુન્હો રજીસ્ટર થયો હોય અને અન્ય મો.સા. જે ચોરી કે છળકપટથી મેળવી શકપડતી મિલ્કત તરીકે મળી આવતા બન્ને મોટર સાયકલ કબજે કરી પકડાયેલા શખ્સ રફીકભાઈ નુરમામદભાઇ ઉર્ફે નામોરી સામતાણી (ઉ.વ.૩૨) રહે.ખિરઇ તા.માળીયા (મિં)વાળાની ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૩૫(૧)(ઇ) મુજબ અટક કરી માળીયા (મિં) પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યા છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular