HomeGujaratરાજપર ગામે કારખાનામાં કામ કરતા યુવકનું અચાનક ઉલટી થતા મોત 

રાજપર ગામે કારખાનામાં કામ કરતા યુવકનું અચાનક ઉલટી થતા મોત 

મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં ગુરૂકૃપા ટ્રેડિંગ કારખાનાની લેબર કોલોનીમાં કામ કરતી વખતે અચાનક ઉલટી થતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, મૂળ બિહારનો વતની અને હાલ મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ ગુરૂકૃપા ટ્રેડિંગ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અમરનાથ સુખદેવભાઈ તાંતી (ઉ.વ.૩૧) નામનો યુવક ગુરૂકૃપા ટ્રેડીંગમાં મજુરી કામ કરતી વખતે અચાનક ઉલ્ટી થતા પોતાના રૂમે જઇ સુઇ ગયો હતો પરંતુ સવારના સાડા સાતેક વાગ્યાના અરસામાં જમવા તથા મજુરી કામે જવા મટે જગાડતા બે ભાન હોય જેને સારવાર માટે ૧૦૮ માં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular