Sunday, April 19, 2026
HomeMorbiવાંકાનેર સિટી પોલીસે વિધાર્થીઓને અપાવી સ્વરક્ષણ માટે કરાટે તાલીમ 

વાંકાનેર સિટી પોલીસે વિધાર્થીઓને અપાવી સ્વરક્ષણ માટે કરાટે તાલીમ 

Advertisement
Advertisement

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વાંકાનેર એલ.કે.સંધવી કન્યા વિદ્યાલય ખાતે મહીલા અને બાળાઓને સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૫ દિવસની તાલીમ સ્વરક્ષણ ટેકનીક તથા કરાટેની તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ તેનો સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડાની રૂપરેખાથી કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા વિસ્તારની જવાહર-નવોદય વિદ્યાલય જડેશ્ર્વર-કોઠારીયાની ૧૫૦ વિદ્યાર્થીનીઓ તથા વાંકાનેર સીટીની એલ.કે સંઘવી કન્યા વિદ્યાલયની કુલ ૨૦૦ વિદ્યાર્થીનીઓને કરાટે તથા ટેકનીકના વિવિધ ડેમો રજુ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત સ્વરક્ષણમાં દુપટ્ટાનો તથા પાણીની બોટલ તથા સ્કુલ બેગનો ઉપયોગ કેમ કરવો તેનો લાઇવ ડેમો આપી સમજાવવામાં આવ્યા હતા.

વાંકાનેર પોલીસ દ્વારા પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર તથા મંચસ્થ ઉપસ્થીત અન્ય માહાનુભાવોના હસ્તે દીવ્યાંગ બાળકોને ગીફ્ટ અને રમતગમતના સાધનો અર્પણ કરી મોરબી પોલીસ દ્વારા સંવેદના વ્યકત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં પધારેલ તમામ વિદ્યાર્થીઓને મોડલ પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનની કામગીરીથી માહીતીગાર કરવામાં આવ્યા હતા, ઉપરાંત પોલીસ હેડકવાર્ટર દ્વારા આધુનીક પોલીસ હથીયારના પ્રદર્શન યોજવામાં આવ્યા હતા જેમાં રીર્ઝવ પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ. ચૌહાણ દ્વારા ડેમો આપી તમામ હથિયારની માહીતી આપી હતી.

શી-ટીમની કામગીરી વિશે મહીલા પોલીસ ઇન્સ્પેકટર પી.એચ. લગધીરકા દ્વારા માહીતી આપવામાં આવી હતી તેમજ ટ્રાફીકના નિયમો પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.બી.ઠક્કર દ્વારા ટ્રાફીક અંગે માહીતી આપવામાં આવી હતી તથા સાઇબર ક્રાઇમના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.કે. દરબાર તથા સાયબર ટીમ દ્વારા સતત વધી રહેલા સાયબર ક્રાઇમના બનાવો અટકાવવા માટે જરૂરી માહીતી આપવામાં આવી હતી.

ઉપરોકત કાર્યક્રમમાં એસ.પી.સી વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમમાં પરેડ કરવામાં આવી હતી જેને હાજર તમામ લોકોએ તાળીઓથી ઉત્સાહ વધારવામાં આવી હતી. બાદ કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને હળવો નાસ્તો કરાવી ઘર પહોંચવા સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

આ તકે, કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા તથા વાંકાનેર નગરપાલીકા પ્રમુખ ડીમ્પલબેન સોલંકી તથા વાંકાનેર મામલતદાર કે.વી.સાનીયા તથા વાંકાનેર નગરપાલીકા ચીફ ઓફીસર જી.એસ.સરૈયા તથા વિધાભારતી એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેરના ટ્રસ્ટી અમરશીભાઇ મઢવી તથા વીનુભાઇ રૂપારેલીયા એમ બધા હાજર રહ્યા હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular