Monday, April 27, 2026
HomeGujaratવઘાસિયા ગામે વૃદ્ધના મકાનમાંથી 152 મણ જીરૂની ચોરી

વઘાસિયા ગામે વૃદ્ધના મકાનમાંથી 152 મણ જીરૂની ચોરી

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે વૃદ્ધ ખેડૂતના જુના મકાનની ઓસરીમાંથી ૬૦ બાચકા ૧૫૨ મણ જીરાની ચોરી થઈ હોવાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મૂળ વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે રહેતા અને હાલ વાંકાનેર આસિયાના સોસાયટીમાં રહેતા હબીબભાઈ વલીભાઈ માથકીયા (ઉ.વ.૭૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના વઘાસિયા ગામમાં આવેલ જુના મકાનની ઓસરીમાથી જીરું ભરેલ પ્લાસ્ટિકના 60 બાચકા આશરે 4.71 લાખની કિંમતનું 152 મણ જીરું અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular