HomeMorbiMaliya Miyanaમાળીયા મીયાણાના અણિયારી ટોલનાકેથી ટાટા ટ્રકમાંથી દારૂની 76 બોટલો સાથે એક શખ્સ...

માળીયા મીયાણાના અણિયારી ટોલનાકેથી ટાટા ટ્રકમાંથી દારૂની 76 બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

અણીયારી ટોલનાકા નજીક ટાટા ટ્રકમાંથી વિદેશી દારૂની 76 બોટલો સાથે એક શખ્સ ઝડપાયો છે.

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને સંયુકતરાહે મળેલ બાતમીના આધારે માળીયા (મિ) તાલુકાના અણિયારી ટોલનાકાનેથી ટાટા ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને વિદેશી દારૂની 76 બોટલ સાથે કિ. 56,788 અને ટ્રક સહિત 15 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ગોપાલસિંગ છોગસિંહ રાવત (ઉ.વ.૪૩), રહે. રાજવા, ધોરા તા.બ્યાવર, જી. રાજસમંદ, રાજસ્થાનવાળા ની અટક કરી હતી જ્યારે અન્ય એક શખ્સ બહાદુરસિંહ મોહનસિંહ રાવત રહે. રાજવા, પોસ્ટ- બિલીયાવાસ, તા.જવાજા, તા.બ્યાવર, જી.રાજસમંદ, રાજસ્થાનવાળો સ્થળ પરથી નાસી છુટતા પોલીસે બંને શખ્સો વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular