Monday, April 27, 2026
HomeGujaratમોરબીમાં જાહેરમાં તીનપત્તી રમતા ચાર મહિલા સહિત 6 જુગારી ઝડપાયા 

મોરબીમાં જાહેરમાં તીનપત્તી રમતા ચાર મહિલા સહિત 6 જુગારી ઝડપાયા 

Advertisement
Advertisement

મોરબીના ત્રાજપર વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસે બે અલગ અલગ દરોડામાં જાહેરમાં જુગાર રમી રહેલ ચાર મહિલા સહિત છ જુગારીઓને ઝડપી પાડ્યા છે.

પ્રથમ દરોડામાં ત્રાજપર ઓરીએન્ટલ બેંકવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમી રહેલા નીતિનભાઈ અરુણભાઈ વરાણીયા, પુરીબેન નીતિનભાઈ વરાણીયા અને રસિલાબેન લખમણભાઈ વરાણીયાને રોકડા રૂપિયા 1250 સાથે તીનપતિ રમતા ઝડપી પાડ્યા હતા. જ્યારે બીજા દરોડામાં પોલીસે ત્રાજપર અવેળા પાસેથી નટવરલાલ વસરામભાઈ વરાણીયા, મંજુબેન દિનેશભાઈ સનુરા અને જેતિબેન માનસિંગભાઈ સનુરાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રૂ. 2220 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular