Sunday, April 19, 2026
HomeMorbiતિથવા ગામે અલગ અલગ દરોડામાં સાત જુગારીઓ ઝડપાયા

તિથવા ગામે અલગ અલગ દરોડામાં સાત જુગારીઓ ઝડપાયા

Advertisement
Advertisement

મોરબીના હળવદ અને વાંકાનેર તાલુકાના તિથવા ગામે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ બે દરોડામાં જાહેરમાં જુગાર રમી રહેલા કુલ સાત જુગારીઓને ઝડપી લીધા હતા.

જેમાં હળવદમાં ત્રણ અને વાંકાનેરમાં ચાર જુગારીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રથમ દરોડામાં હળવદ પોલીસે પંચમુખી ઢોરો વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મુન્નાભાઈ સોમાભાઈ પારેવાડિયા, નીતિનભાઈ ખીમશંકરભાઈ જોશી અને વિક્રમ ડાયાભાઈ સીતાપરા નામના શખ્સોને તીનપતિનો જુગાર રમતા ઝડપી પાડી રોકડા રૂપિયા 4050 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે તિથવા ગામે કોળીવાસમા દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી નવઘણ પ્રવીણભાઈ સીતાપરા, મગનભાઈ કરશનભાઈ સાથલીયા, દેશમભાઈ ઉદલિયાભાઈ ધાણક અને દિનેશ વસરામભાઈ સીતાપરાને રોકડા રૂપિયા 7200 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular