HomeGujaratટીંબડી ગામે ટ્રકે બાઈકને હડફેટે લેતા બાઇક ચાલકનું મોત

ટીંબડી ગામે ટ્રકે બાઈકને હડફેટે લેતા બાઇક ચાલકનું મોત

મોરબીના ટીંબડી ગામના આશાપુરા ટાટા વર્કશોપ પાસે રોડ પર ટ્રકે બાઈકને હડફેટે લેતા બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા નવી ટીંબડી ગામે રહેતા મનોજભાઇ ગોવિંદભાઈ ઝાપડા (ઉ.વ.30) એ આરોપી ટ્રક ડંમ્પર રજીસ્ટર નંબર – GJ-13-AW -8146ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ પોતાના હવાલાવાળુ ટ્રક ડંમ્પરનો નંબર GJ-13-AW -8146 વાળુ પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના પિતા ગોંવિદભાઇ ભાયાભાઇ ઝાપડાના હીરો સ્પલેન્ડર પ્લસ મોટરસાઇકલ રજીસ્ટર નં-GJ-36-N-5677 વાળાને હડફેટે લઇને અકસ્માત સર્જાતા માથાના ભાગે તથા પગના ભાગે ગંભીર ઇજા પહોચાતા ગોંવિદભાઇ ઝાપડાનું મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular