HomeGujaratપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો

મોરબી જિલ્લા વિકાસ અધિકારી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી વાંકાનેર તથા GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે વિવિધ પ્રકારના કેન્સરના નિદાન માટેનો સ્ક્રીનીંગ કેમ્પ રાખવામાં આવ્યો હતો.

આ સ્ક્રીનીંગ કેમ્પને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન સરોજબેન વાઘજીભાઈ અને જીલ્લા પંચાયતના સદસ્ય નવઘણભાઈ મેઘાણી તેમજ અશ્વિનભાઈ મેઘાણી દ્વારા દિપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને પ્રસંગને અનુરૂપ પોતાના હકારાત્મક વિચારો રજુ કર્યા હતા સાથે લોકોને બહોળી માત્રામાં આ કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ પણ કર્યો હતો.

આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના નિષ્ણાંત કેન્સર રોગના ડોક્ટર દ્વારા કુલ ૧૪૨ દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું, જેમાં ઓરલ કેન્સરનુ ૪૨ લોકોનું તથા બ્રેસ્ટ કેન્સરનુ ૪૦ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું તો સર્વાઈકલ કેન્સરના કુલ ૧૯ લોકોનુ અને અન્ય ૪૧ લોકોનુ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.

આ સ્ક્રીનીંગમાંથી વધુ સારવાર માટે ૯ દર્દીઓને રીફર કરવામાં આવ્યા હતા તથા સર્વાઈકલ કેન્સરના સેમ્પલનુ પણ કલેક્શન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આરોગ્ય શાખાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહ, જિલ્લા IEC અધિકારી સંઘાણીભાઈ, NCD DPC ડો.ગૌરવભાઈ બારોટ, તાલુકા હેલ્થ ઓફિસર વાંકાનેર ડો.શેરશીયા, મેડીકલ ઓફિસર ડો.સાહિસ્તા કડીવાર, વાંકાનેર તાલુકા સુપરવાઈઝર માથકીયાભાઈ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠીના આરોગ્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular