Monday, April 20, 2026
HomeMorbiટંકારામાં મંદિર ચોરીના ગુન્હામાં 13 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

ટંકારામાં મંદિર ચોરીના ગુન્હામાં 13 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

Advertisement
Advertisement

ટંકારા પોલીસ સ્ટેશનના મંદીર ચોરીના ગુન્હામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના અલીરાજપુર જિલ્લા ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળી હતી કે, ટંકારા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી કમલેશ બુચા ડામોર રહે.સીયાલી તા.જોબટ જી.અલીરાજપુર (એમ.પી) વાળો હાલ મધ્યપ્રદેશ ખાતે તેના રહેણાંક મકાનમાં હોવાની ચોકકસ બાતમી મળતા તુરંત જ મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફની ટીમ બનાવી મધ્યપ્રદેશ ખાતે મોકલતા બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા ટંકારા મંદિર ચોરીના ગુન્હામાં છેલ્લા 13 વર્ષથી નાસતો ફરતો આરોપી કમલેશ બુચા ડામોર (ઉ.વ.33) રહે.સીયાલી બંગલા ફળીયા તા.જોબટ જી.અલીરાજપુર (એમ.પી) વાળો સીયાલી ગામ બંગલા કળીયા ચોકડી ખાતેથી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યો છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular