HomeGujaratનાની વાવડી ગામે ઉછીના લીધેલા પૈસા પરત ન કરી શકતા યુવકને માર...

નાની વાવડી ગામે ઉછીના લીધેલા પૈસા પરત ન કરી શકતા યુવકને માર મારી હત્યા કરી નાખી 

મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા યુવકે ઉછીના પૈસા લઈ સમયસર ન આપતા બે શખ્સોએ યુવકને બોથડ પદાર્થ વડે મારમારી ગંભીર ઈજા પહોંચાડી યુવકની હત્યા કરી હોવાથી બે શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા ભાણજીભાઈ મોતીભાઈ મકવાણા (ઉ.વ.૭૫) એ આરોપી હેમંત પ્રેમજીભાઈ સોલંકી રહે. નાની વાવડી તથા ગૌતમભાઈ હીરાભાઈ ઉભડીયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના દીકરા દીપક પાસે આરોપીઓ પૈસા માંગતા હોય પરંતુ ફરીયાદીના પરીવારમાં કોઇ કમાવવાવાળુ ન હોવાથી ફરીયાદીનો દીકરો આરોપીઓને ઉછીના લીધેલ પૈસા સમયસર પરત આપી ન શકતા આરોપી હેમંત પ્રેમજીભાઇ સોલંકી તથા ગૌતમભાઇ હીરાભાઇ ઉભડીયા બંનેએ ભેગા મળી ફરીયાદીના દીકરાના મોબાઇલમાંથી ફરીયાદીને પૈસા બાબતે ફોન કરી ફરીયાદીના દીકરા દીપકને મારમારી માથાના ભાગે તેમજ શરીરે બોથડના ઘા મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યું હતુ. આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular