મોરબી કાલીકા પ્લોટમાં આવેલા ખંડેર મકાનમાંથી ઇંગ્લીંશ દારૂની 96 બોટલ જેની કિ.રૂ.56,892 થાય જે મુદામાલ મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબીના કાલીકા પ્લોટમાં સાયન્ટીફીક મેઇન રોડ પર આઝાદ ચોકમાં એક બંધ મકાનમાં અજાણ્યા શખ્સે વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા રાખ્યો છે. આ બાતમીના આધારે રેઇડ કરતા વિદેશી દારૂની 96 બોટલ સ્થળ પરથી મળી આવી હતી. જેથી કુલ રૂ.56,892 ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ વિરુધ્ધ પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.




