મોરબી શહેર પેટા-2 વિભાગ હેઠળ તા.26 ને શનિવારના રોજ વિજ પુરવઠો ૬૬ કેવી મોરબી સબ સ્ટેશન મેઇન્ટનન્સની કામગીરી કરવાની હોવાથી સવારે 6 થી 12 વાગ્યા સુધી બંધ રહેશે.
વીજ પુરવઠો બંધ રહેશે તે ભાડિયાદ ફીડર જેમાં સો ઓરડી, માળિયા વનાલિયા, ગાંધી સોસા, રામદેવ નગર, ચામુંડા નગર, ઉમિયા નગર, વરિયા નગર વિગેરે તથા આસપાસના વિસ્તારો, સીટી ફીડરમાં મોલાઈ રાજ દરગાહ, શક્તિ ચોક, મોચીશેરી, ભરવાડ શેરી, કુબેરનાથ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, પરા બજાર, લોહાણા પરા, ભવાની ચોક, લખધિરવાસ, પોલીસ લાઈન, નહેરુ ગેટથી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર, દરબારગઢ ફીડરમાં મહેન્દ્ર ડ્રાઇવ રોડ, અશોકાલાય, નાની બજાર, મકરાણી વાસ, દરબાર ગઢથી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર, પારેખ શેરી, ખત્રીવાડ તથા વેજીટેબલ ફીડરમાં ભિમસર, ઉમાં ટાઉન શિપ, આદર્શ સોસા, શિવપાર્ક, લાભ નગર૧-૨, ગોપાલ ફીડરમાં રોટરી નગર, રિલીફ નગર, રામકૃષ્ણ, વર્ધમાન, વિદ્યુત નગર, ગોપાલ સોસા, શિવમ પાર્ક સોસા, ભારત નગર, વિગેરે વિસ્તાર એમ હોસ્પિટલ ફીડરમાં લાલબાગ, વૃંદાવન પાર્ક, નટવર પાર્ક, આશપાર્ક, સિદ્ધાર્થ સોસા, મહારાણા સોસા, લક્ષ્મી નારાયણન સોસા, વિષાલદીપ ફીડરમાં જિલ્લા સેવા સદન, પાર્શ્વનાથ કોમ્પલેક્ષ૧-૫, શક્તિ ચેમ્બર, સિરામિક સીટી, વિગેરે વિસ્તાર, ત્રાજપર ફીડરમાં તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસા, અંબિકા સોસા તેમજ પરશુરામ ફીડરમાં શ્રીમદ્ સોસા, રાજસોસા, અનુપમ સોસા, ગ્રીનલેન્ડ પાર્ક, મિલન પાર્ક, જિલ્લા પંચાયત અને રેલવે ફીડરમાં શક્તિ કોમ્પલેક્ષ, એલ. ઇ કોલેજ, ક્વાર્ટર, હોસ્ટેલ, ફ્લોર અક્ષર સીટી, ડીમાર્ટ સ્વામિનારાયણ મંદિર, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં શનિવારે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે કામગીરી પૂર્ણ થઈ જશે ત્યારે જાણ કર્યા વગર જ વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ મોરબી નાયબ ઇજનેર પુરવઠા વિભાગની યાદીમાં જણાવ્યું છે.




