Tuesday, April 28, 2026
HomeMorbiHalvadપલાસણ ગામની સીમમાં રહેતા આધેડને પથ્થરના ઘા મારતા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

પલાસણ ગામની સીમમાં રહેતા આધેડને પથ્થરના ઘા મારતા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

Advertisement
Advertisement

હળવદ તાલુકાના પલાસણ ગામની સીમમાં યુવકના પીતા તળીશીભાઈને આરોપી સાથે અગાઉ ઝઘડો થયેલ હોય જે બાબતનું મનદુઃખ રાખી આરોપીએ તળીશીભાઈને માથાના ભાગે પથ્થર મારી જીવલેણ ઇજા કરી મોત નિપજાવ્યું હોવાની મૃતકના પુત્ર એ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના પલાસણ ગામે રહેતા વિજયભાઈ તળશીભાઈ વિઠલાપરા (ઉ.વ.૨૬) એ તેમના જ ગામના આરોપી ઝાલાભાઈ રામાભાઈ ભરવાડ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના પિતાજી તળશીભાઈ વિઠલાપરાને આરોપી સાથે અગાઉ ઝઘડો-બોલાચાલી થયેલ હોય જે બાબતનુ મનદુ:ખ રાખી તળશીભાઈને પથ્થર વડે માથાના ભાગે જીવલેણ ઈજા કરી મોત નીપજાવતા મૃતકના પુત્ર એ આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular