HomeGujaratમોરબીમાં બચુબાપાના ઢાબા પાસે આધેડનું બાઇક ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં બચુબાપાના ઢાબા પાસે આધેડનું બાઇક ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર સુરજબાગ પાસે આવેલા બચુબાપાના ઢાબા પાસે પાણીના પરબ પાસેથી આધેડનું કોઈ અજાણ્યો ચોર શખ્સ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબી નવલખી રોડ પર સેન્ટ મેરી ફાટક પાસે મફતીયાપરામા રહેતા નાનજીભાઈ જીવાભાઈ પરેસા (ઉ.વ.૪૬) એ આરોપી અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, રેલ્વે સ્ટેશન રોડ પર સુરજબાગ પાસે આવેલ બચુબાપાના ઢાબા પાસે પાણીના પરબ પાસેથી ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું પ્લેઝર મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-સી.એન-૯૮૩૩ જેની કિંમત રૂ. 40 હજાર વાળુ મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular