મોરબી સરતાનપર રોડ પરથી ચોરી કે છળકપટથી મેળવેલી બાઈક સાથે એક શખ્સ ઝડપાયો છે. મોરબી સરતાનપર રોડ પરથી ચોરી કે છળકપટથી મેળવેલી 50 હજારની કિંમતની મોટર સાયકલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને ટેક્નીકલ માધ્યમ, ખાનગી રાહે તેમજ હ્યુમન સોર્સીસના માધ્યમથી બાતમી મળી હતી કે, કાલા ગુજર નામનો શખ્સ રહે. સરતાનપર રોડ રીય સિરામીક જેની પાસે એક હીરો એક્સટ્રીમ મોટર સાયકલ છે જેમાં આગળ કે પાછળ નંબર પ્લેટ લગાડેલી નથી તે મોટર સાયકલ આ શખ્સે ચોરી કે છળકપટથી મેળવેલી છે. આ શખ્સ સરતાનપર રોડ વાંકાનેર હાઇવે તરફ નીકળવાનો હોવાની બાતમી મળતા પોલીસ તેની વોચમાં રહ્યા અને એ શખ્સ મળી આવતા તેની પાસે આ મોટર સાયકલના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ જે તેણે ચોરી કે છળકપટથી મેળવેલી હોવાનુ જણાતા મોટરસાયકલ બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મોટરસાયકલ જેના સાચા નંબર RJ-125-Z-2725 વાળા આ મોટર સાયકલ ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી પકડાયેલ શખ્સને ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૩૫(૧)(ઇ) મુજબ હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.




