Sunday, April 19, 2026
HomeMorbiઅમરસરમાં ભેંસને ગાડી અડી જતા બે પરિવારો વચ્ચે ધીંગાણું, લાકડી અને લોખંડના...

અમરસરમાં ભેંસને ગાડી અડી જતા બે પરિવારો વચ્ચે ધીંગાણું, લાકડી અને લોખંડના પાઇપથી હુમલો કરતા ફરિયાદ નોંધાઈ 

Advertisement
Advertisement

વાંકાનેરના અમરસરમાં ભેંસ ખેતરમાં ઘુસી જવા અને શેરીમાં ઢોર રાખવા બાબતે થયેલી બોલાચાલી બાદ ભેંસને ગાડી અડી જતા નજીવી બાબતે બે પરિવારો વચ્ચે ધીંગાણું ખેલાતા સામસામી ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે અમરસર ગામે રહેતા વિપુલ વિભાભાઈ ફાંગલીયાએ આરોપી ભાયાભાઈ ઝાલાભાઇ ગમારા, મહીપાલ ભાયાભાઈ ગમારા, સુનીલ ભાયભાઈ ગમારા, ઝાલાભાઈ ઉકાભાઈ ગમારા, ગોવીદભાઈ ઝાલાભાઈ ગમારા, પરબતભાઈ ઝાલાભાઈ ગમારા, હીન્દુભાઈ ધોધાભાઇ ગમારા, ભીખુભાઈ ઝાલાભાઈ, દેવાભાઈ ચકુભાઇ ગમારા, રાજુબેન ભીખુભાઈ અને મોધીબેન ભાયાભાઈ રહે, બધા અમરસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓને તેમના માલઢોર બજારમાં નહિ રાખવાનું કહેતા ઝઘડો કરી લાકડી અને પાઈપ વડે હુમલો કર્યો હતો.

જ્યારે સામાપક્ષે ફરિયાદી મહિપાલ ભાયાભાઈ ગમારાએ આરોપી વિપુલભાઈ વિભાભાઈ ફાગલીયા, વિભાભાઈ વેલાભાઈ ફાગલીયા, ભગવાનજીભાઈ મચ્છાભાઈ ફાગલીયા, સુરેશભાઇ મચ્છાભાઇ ફાગલીયા, વિક્રમભાઇ વિભાભાઇ ફાગલીયા, દશરથભાઈ ભગવાનજી ફાગલીયા, પ્રકાશભાઈ ભગવાનજીભાઇ ફાગલીયા, સંજયભાઈ ભગવાનજીભાઈ ફાગલીયા, પબાભાઈ મચ્છાભાઇ ફાગલીયા અને કાનાભાઈ પબાભાઈ ફાગલીયા રહે તમામ અમરસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, અગાઉ ખેતરમાં ભેંસ જવા બાબતે બોલાચાલી બાદ તેઓ બોલતા ચાલતા ન હોય અને ભેંસ સાથે ગાડી અથડાતા બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી આરોપીઓએ વારાફરતી આવી લાકડી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી બાઇકમાં નુકસાન કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. વાંકાનેર સીટી પોલીસે હાલ બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular