કાશ્મીરમાં થયેલા આતંકવાદીઓના હુમલાઓને કારણે દેશની સમગ્ર જનતા દુઃખી છે ત્યારે ટંકારા બ્રહ્મસમાજ દ્વારા આ વખતે પરશુરામ જન્મોત્સવ સાદાઈથી ઉજવવા નિર્ણય લેવામાં આવ્યો છે.
ત્રણ દિવસ પૂર્વે કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા 27 નિર્દોષ હિન્દુઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આતંકવાદીઓએ સર્જેલા આ નરસંહારથી વ્યથિત થઈ ટંકારા બ્રહ્મસમાજ સંસ્થા દ્વારા આગામી તા. ૨૯ ને મંગળવારના રોજ યોજાનાર ભગવાન પરશુરામ જન્મોત્સવની ધાર્મિક ઉજવણી પ્રસંગે યોજાતા ભોજન સમારંભ રદ કરવાની સંસ્થાના પ્રમુખે જાહેરાત કરી પરશુરામજી ભગવાનનો જન્મોત્સવ પુજન આરતી આરાધના થકી ઉજવણી કરવા અને આ પ્રસંગે સ્થાન પર તમામ નિર્દોષ મૃતકોના માનમા શ્રધ્ધાંજલિ સભા યોજી મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા યોજવાની ઘોષણા કરવામાં આવી હતી.
ગત ૨૨ મી એપ્રિલે કાશ્મીરમા ઉનાળાની ગરમીમાં કુદરતના ખોળે વિહરવા ગયેલા દેશના 27 પુરુષોને પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ગોળીઓ ધરબી ઠાર મરાતા સમગ્ર દેશ સ્તબ્ધ થયો છે. દેશભરમાં આ જધન્ય કૃત્યથી ભારે આક્રોશ ભભુકી ઉઠયો છે. ત્યારે આગામી તા. ૨૯ મી એપ્રિલ મંગળવારે સૌના આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન પરશુરામજી દાદાનો જન્મોત્સવ આવી રહ્યો હોવાથી ટંકારા બ્રહ્મસમાજ સંસ્થા જન્મોત્સવ પ્રસંગની ઉજવણી કરવાનુ ઘડાયેલા આયોજનને રદ કરવાનો નિર્ણય કરવા કરવા માટે સંસ્થાના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી દ્વારા સમાજના ઉપપ્રમુખ રમેશભાઈ ત્રિવેદી (મુખ્યાજી), મહામંત્રી જવાહરભાઈ ઠાકર, બ્રહ્મઅગ્રણી ભાગવતાચાર્ય શાસ્ત્રીજી દિપકભાઈ પંડ્યા, યુવા અગ્રણી ગીરીશભાઈ પંડ્યા, સંસ્થાના મોભી વિનોદભાઈ ભટ્ટ, સુનિલભાઈ રાવલ, કારોબારી સમિતીના યુવા અગ્રણી જયદીપ જાની, સંજયભાઈ અમૃતલાલ ત્રિવેદી, પ્રદિપભાઈ જાની, કનુભાઈ જાની, ભાવિનભાઈ પંડ્યા, અશ્વિન ત્રિવેદી, આશિષ ભટ્ટ, કાનાભાઈ ત્રિવેદી, એડવોકેટ અમિતભાઈ જાની, નોટરી અતુલ ત્રિવેદી સહિતનાઓ સાથે પરામર્શ કરી આગામી તા. ૨૯ ની દાદાના જન્મોત્સવ ઉજવણીમા ભોજન સમારંભ રદ કરી સાદાઈથી પરશુરામજી ભગવાનને સ્નાન અભિષેક કરાયા બાદ વસ્ત્ર (વાઘા) પરીધાન પુજન, આરતી આરાધના દર્શન કરવાનુ નક્કી કરાયુ હતુ .
આ તકે, પરશુરામ દાદા સન્મુખ કાશ્મીરમા જીવ ગુમાવનારા નિર્દોષ પરીવારના તમામ સભ્યોના આત્માની શાંતિ માટે સાંજે ૬ વાગ્યે શ્રધ્ધાંજલી સભા સંસ્થાના શાસ્ત્રીજી દિપકભાઈ પંડ્યાના વડપણ હેઠળ યોજી પ્રાર્થના સભામાં મૌન પાળી તમામ નિર્દોષ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે.




