HomeMorbiધમલપર નજીક જેટકોના સબસ્ટેશનની કેપેસીટર બેન્કમાંથી ભારેખમ રીએક્ટરની અજાણ્યા શખ્સોએ કરી તસ્કરી

ધમલપર નજીક જેટકોના સબસ્ટેશનની કેપેસીટર બેન્કમાંથી ભારેખમ રીએક્ટરની અજાણ્યા શખ્સોએ કરી તસ્કરી

વાંકાનેરના ધમલપર નજીક આવેલા જેટકોના સબસ્ટેશનની કેપેસીટર બેન્કમાંથી 300 કિલોગ્રામ વજનનું રૂ. 50 હજારની કિંમતનું ભારેખમ રીએક્ટર

અજાણ્યા તસ્કરો ચોરી જતા જેટકોના નાયબ ઈજનેરે ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, વાંકાનેરના ધમલપર નજીક આવેલા જેટકોના 220 કિલોવોટ સબસ્ટેશનમાં નાયબ ઈજનેર તરીકે નોકરી કરતા ફરિયાદી નિકુંજભાઈ ભવાનભાઈ રામાણીએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં સબ સ્ટેશનની કેપેસીટર બેન્કમાંથી રૂ. 50 હજારની કિંમતનું 300 કિલો વજનનું રીએક્ટર ગત તા.28 ફેબ્રુઆરથી ચોરાઈ જવા અંગે ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

Most Popular