Monday, April 20, 2026
HomeMorbiજૂનાગથી મોરબી લઈ જવાતો કાચા કામનો કેદી ASI નો હાથ છોડાવી નાસ્યો 

જૂનાગથી મોરબી લઈ જવાતો કાચા કામનો કેદી ASI નો હાથ છોડાવી નાસ્યો 

Advertisement
Advertisement

જુનાગઢ જેલનો કાચા કામના કેદીને જેલ ફેર બદલી માટે મોરબી જેલ ખાતે લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે રોડ પર ગાડી ગરમ થઇ જતા ગાડી ટંકારા નજીક ખજુરા હોટલમાં પાર્કિંગમા ગાડીને રોકવામાં આવી હતી. તે દરમ્યાન ટોઈલેટ જવાનુ કહી એ.એસ.આઇ. નો હાથ છોડાવી આરોપી નાસી જતા આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, જુનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રવિશંકર સરદારસિંહ ડામોર એ આરોપી હરસુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, વંથલી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. ૩૦૩(૨) નો આરોપી હરસુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા નામનો કાચા કામના આરોપીને સરકારી વાહનમાં જેલ બદલી માટે મોરબી જેલ ખાતે લઈ જતા હતા તે દરમ્યાન મિતાણા ગામથી આગળ જતા હાઈવે પર અચાનક ગાડી ગરમ થઈ જતા ખજુરા રિસોર્ટ્ના પાર્કિંગમાં ગાડીને રોકવામાં આવી હતી. ત્યારે આરોપીએ ટોઇલેટ જવાનુ જણાવતા નજીકના ખજુરા રિસોર્ટ્ના ટોઈલેટમા લઈ જવામાં આવ્યો હતો જ્યાંથી બહાર નિકળતા હતા ત્યારે આરોપીએ અચાનક એ.એસ.આઈ. જયેશભાઈનો હાથ છોડાવી ટોઈલેટમાંથી બહાર નિકળી ગીરફ્તારીનો ઇરાદા પુર્વક સામનો કરી હથકડી સહીત બાજુની દિવાલ ઠેકી નાશી-ભાગી ગયો હતો.

આ ફરીયાદના આધારે ટંકારા પોલીસે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular