HomeMorbiવાંકાનેરમાં થારમાં પેલેસ્ટાઈન અને બે કારમાં લીલા ઝંડા ફરકાવતા હોવાનો વીડિયો વાયરલ...

વાંકાનેરમાં થારમાં પેલેસ્ટાઈન અને બે કારમાં લીલા ઝંડા ફરકાવતા હોવાનો વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ

મધરાત્રે થાર ગાડીમાં પેલેસ્ટાઈન તેમજ અન્ય બે કારમાં લીલા કલરના ઝંડા લગાવી પુરપાટ ઝડપે કાર દોડાવી હોવાનો વિડીયો વાયરલ થતા વાંકાનેર પોલીસ દોડતી થઈ છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં 27 પર્યટકોના મૃત્યુ બાદ દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને તે દરમિયાન મોરબીના વાંકાનેરમાં ગઈકાલે મધરાત્રે એક થાર ગાડીમાં પેલેસ્ટાઈનના ઝંડા લગાવી તેમજ અન્ય બે કારમાં લીલા રંગના ઝંડા ફરકાવી બેફામ સ્પીડે આ ત્રણેય કાર ચલાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે લોકો પર જોખમ આવે તેમ માહોલ ડહોળવાનો પ્રયાસ કરતા વાંકાનેર સીટી પોલીસે કાર નંબરના આધારે ત્રણ શખ્સો વિરુદ્ધ કાર નંબરના આધારે ગુન્હો દાખલ કર્યો છે. તેમજ આ ત્રણેય શખ્સોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે

RELATED ARTICLES

Most Popular