HomeMorbiભટીંડાથી રાજકોટ આવી રહેલા ટ્રકમાં મગફળીના ભૂંસાની આડમાં છુપાવેલી 14,040 દારૂની બોટલો...

ભટીંડાથી રાજકોટ આવી રહેલા ટ્રકમાં મગફળીના ભૂંસાની આડમાં છુપાવેલી 14,040 દારૂની બોટલો સાથે આરોપીનો વાંકાનેર બાઉન્ડ્રી પર પર્દાફાશ

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પંજાબ રાજ્યના ભટીંડાથી ગુજરાત રાજ્યમાં મગફળીની ભુંસાની બોરીઓની આડમાં છુપાવીને લઇ જવાતો ઇંગ્લીશ દારૂની 14,040 બોટલો સાથેનો જંગી જથ્થો કિ.રૂ.67,69,920 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.1,02,77,920 ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે પકડી પાડયો છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી એક ટાટા ટ્રક ટ્રેઇલર વાળુ રાજકોટ તરફ જવાનું છે. જે ટ્રેઇલરમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભર્યો છે. આ સચોટ બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલા ટોલપ્લાઝા પાસેની પોલીસ ચોકી સામે રોડ પર વાહન ચેકિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન બાતમીવાળુ ટ્રેઇલર નીકળતા તેમાં આરોપી સતારામ કૂશારામ જેશારામજી ખોથ રહે.જાયડુ ગામ લેગાખોથા કી ઢાણી તા.રામસર જી.બાડમેર રાજસ્થાનવાળા શખ્સ પાસેથી ઇંગ્લીશ દારૂની 14,040 બોટલો સાથેનો જંગી જથ્થો કિ.રૂ.67,69,920 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.1,02,77,920 ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી પુછપરછ કરતા માલ મોકલનાર કિશોર સારણ રહે, ખડીર ગામ તા.રામસર જી.બાડમેર રાજસ્થાનવાળાનુ નામ ખુલતા બંને શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular