Tuesday, April 28, 2026
HomeGujaratજુદી જુદી રેઇડમાં 4 જુગારીઓને ઝડપી પાડતી મોરબી સિટી એ ડીવીઝન પોલીસ

જુદી જુદી રેઇડમાં 4 જુગારીઓને ઝડપી પાડતી મોરબી સિટી એ ડીવીઝન પોલીસ

Advertisement
Advertisement

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ અલગ અલગ રેઇડ કરી મોરબીના માર્કેટ યાર્ડમાં શાકમાર્કેટ વિભાગમાં અને મોરબી રેલવે કોલોનીના પટમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગ હોય તે દરમ્યાન મોરબીના માર્કેટીંગ યાર્ડમાં શાકમાર્કેટ વિભાગમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે શખ્સો નરોત્તમભાઈ રિશાલસિંગ દાતારામ (ઉ.વ.૨૪) તથા વિવેકભાઈ રાજેન્દ્રભાઈ કશ્યપ (ઉ.વ.૨૦) રહે. બંને મોરબી માર્કેટ યાર્ડ દુકાન નં.18 મુળ રહે, ઉતરપ્રદેશવાળાને રોકડ રકમ રૂ. ૪૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા છે.

જ્યારે બીજી રેઇડ દરમ્યાન મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મોરબી રેલવે કોલોનીના પટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે શખ્સોને ગોપાલભાઈ બાબુભાઈ રાવા (ઉ.વ.૨૭) વિજયનગર રાધા ક્રિષ્ના સોસાયટી મંદિર પાસે મોરબી તથા કિશનભાઇ રામજીભાઈ ગરીયા (ઉ.વ.૨૩) રહે. નવલખી રોડ ન્યુ રેલ્વે કોલોની મોરબીવાળાને રોકડ રકમ રૂ. 12800 ના મુદામાલ સાથે ઝડપી લઈ પુછપરછ કરતા અન્ય એક શખ્સ કાનાભાઇ ભુપતભાઇ ઠુંગા રહે,વિજયનગર મોરબી તે સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular