Wednesday, April 29, 2026
HomeGujaratરાજકોટમાં GPSC ની તૈયારી કરતા મોરબીના યુવાનની છરીના ઘા ઝીંકી કરી કારપીણ...

રાજકોટમાં GPSC ની તૈયારી કરતા મોરબીના યુવાનની છરીના ઘા ઝીંકી કરી કારપીણ હત્યા

Advertisement
Advertisement

22 વર્ષીય યુવાન રાજકોટ રહીને જીપીએસસીની તૈયારી કરતો હતો, વેકેશનમાં બે દિવસ પહેલા જ ગામ આવ્યો હતો

મોરબીના ખાખરાળા ગામે એક યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેની જાણ થતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, હત્યાના આ બનાવ અંગે મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા અને ખાનગી નોકરી કરતા જગદીશભાઈ સામતભાઈ કરોતરાએ આરોપી સાગર ઉર્ફે મૂળુ આયદાનભાઈ ડાંગર રહે.ખાખરાળા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,તેમનો 21 વર્ષીય પુત્ર કિશન હાલમાં રાજકોટ ખાતે બીએડનો અભ્યાસ કરે છે. હાલમાં વેકેશન હોય કિશન ઉ.21 ગઈકાલે સવારે જ ઘેર આવ્યો હતો અને તેમના કુટુંબીજનો સાથે રાત્રે બજારમાં હાજર હતો ત્યારે આરોપી સાગર ઉર્ફે મૂળુ ત્યાં ધસી આવ્યો હતો અને પોતાના પાસે રહેલી બંદૂક વડે ફાયરિંગ કરી કિશનની હત્યા કરવા કોશિશ કરી હતી. જો કે, બંદૂકમાંથી ગોળી નહિ છૂટતા આરોપી સાગર ઉર્ફે મૂળુએ પોતાની પાસે રહેલ છરીથી હુમલો કરી ઉપરા ઉપરી ઘા ઝીકી દેતા કિશનને ગંભીર ઇજાઓ પહોંચતા મોરબી સારવાર માટે ખસેડવામાં આવતા સારવાર કારગત નીવડી ન હતી. જો કે, હત્યા અંગેનું કારણ હજુ સામે આવ્યું નથી. મૃતક બન્ને ભાઈઓમાંથી સૌથી મોટો હોવાનું સામે આવ્યું છે.

મૃતકની હત્યા બાદ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular