મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્યની યાદીમાં જણાવ્યા મુજબ નર્મદા યોજનાની મોરબી બ્રાન્ચ કેનાલ, ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ તથા માળીયા બ્રાન્ચ કેનાલ દ્વારા સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો માટે આગામી ખરીફ પાક માટે પાણી આપવાનું છે જે માટે જે લોકોને કેનાલ બાબતના પ્રશ્નો હોય તે અન્વયે તા. 2 ને શુક્રવારના રોજ બપોરે 12.45 કલાકે સરકીટ હાઉસ મોરબી મુકામે એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મિટિંગમાં ત્રણેય બ્રાન્ચના કાર્યપાલક ઈજનેરો તથા અન્ય તમામ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
લોકોની માંગણી, રજુઆત સાથે સમયસર આવવા અને મિટિંગ અંગે અન્ય લોકોને પણ જાણ કરવા અનુરોધ કરવા જણાવાયું છે.




