HomeGujaratહોલમઢ ગામની સીમમાં વાડીમાં જારના પુરા નીચે સંતાડેલી 564 દારૂની બોટલો અને...

હોલમઢ ગામની સીમમાં વાડીમાં જારના પુરા નીચે સંતાડેલી 564 દારૂની બોટલો અને બીયરના 1512 ટીન મળી આવ્યા

મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના હોલમઢ ગામની સીમમાં આવેલી વાડીમાં વાઢેલી લીલી જારના પુરા નીચે સંતાડી રાખેલી 5.27 લાખની વિદેશી દારૂ-બિયરની બોટલો ઝડપી પાડી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના હોલમઢ ગામની સીમમાં જાલીડા તરફ જવાના રસ્તે આવેલી આરોપી બચુભાઈ પોપટભાઈ બોળીયા (રહે. હોલમઢ)ની વાડીમાં દરોડો પાડી વાડીમાં લીલી વાઢેલી જારના પુરા નીચેથી બેગપાઇપર ડીલક્ષ વ્હીસ્કીની 564 બોટલો તથા કિંગફીશર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયરના 1512 ટીન સહિત કુલ રૂ. 5,27,400 ની કિંમતનો મુદામાલ ઝડપી લીધો હતો.

મોરબી એલસીબી ટીમના આ દરોડા દરમ્યાન આરોપી બચુભાઈ પોપટભાઈ બોળીયા સ્થળ પર હાજર નહીં મળી આવતાં આ બનાવમાં પોલીસે આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular