HomeGujaratમોટી વાવડી ગામની સીમમાં વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની 114 બોટલો મળી

મોટી વાવડી ગામની સીમમાં વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની 114 બોટલો મળી

મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં સજુભા સંગ્રામસિંહ જાડેજાની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની 114 બોટલો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબી તાલુકાના મોટી વાવડી ગામે રહેતા સજુભા સંગ્રામસિંહ જાડેજાની વાડીની ઓરડીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી વિદેશી દારૂની 114 બોટલ કિં રૂ. 58,680 ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે જો કે, આરોપીઓ સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી રાહુલભાઇ મહેશભાઇ ચાવડા (ઉ.વ.20) રહે. નવી ટીંબડી આનંદ હોટેલ પાછળ તા-જી મોરબી, અરમાનભાઇ ઇકબાલભાઇ જુણેજા (ઉ.વ.21) રહે. રણછોડનગર મોરબી તથા નઝીરભાઇ રહીમભાઇ સંધિ રહે. ભગવતીપરા રાજકોટવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular