Wednesday, April 29, 2026
HomeGujaratમોરબીના પાડા પુલ નીચે યુવકનું બાઇક ચોરી થઈ ગયું

મોરબીના પાડા પુલ નીચે યુવકનું બાઇક ચોરી થઈ ગયું

Advertisement
Advertisement

મોરબીના સામાકાંઠે આવેલા પાડા પુલ નીચે સ્વામિનારાયણ તરફ જતા રસ્તેથી યુવકનું કોઈ અજાણ્યો ચોર બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠે કમલાપાર્ક ઋષિકેશ સ્કૂલની સામે હાઉસમાં રહેતા વનરાજભાઈ નનુભાઈ વાઢેર (ઉ.વ.૨૬) એ અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મોરબીના પાડા પુલ નીચે સ્વામિનારાયણ તરફ જતા રસ્તેથી ફરીયાદીનુ હીરો સ્પેલેન્ડર પ્લસ મોટરસાયકલ જેની કિંમત રૂ.15 હજાર કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular