વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુનામાં પકડાયેલા શખ્સને પાસા તળે મધ્યસ્થ વડોદરા જેલ હવાલે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા મોકલી આપવામાં આવ્યો છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃતિ કરતા અને અગાઉ ઇંગ્લીશ દારૂના ગુનામાં પકડાયેલો શખ્સ ઇમરાનભાઈ ઉર્ફે ભુરો ઇબ્રાહીમભાઇ પઠાણ (ઉ.વ.૪૧), રહે. ચંદ્રપુર, ગેલેક્સી સોસાયટી તા.વાંકાનેર જી.મોરબી વાળા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલી આપતા પાસા દરખાસ્ત મંજુર થતા હોય અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ સર્વેલન્સ સ્ટાફ સાથે વાંકાનેર બાઉન્ટ્રી વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગીરાહે બાતમી મળી હતી કે, આરોપી વાંકાનેર બાઉન્ટ્રીએથી નીકળવાનો છે. જેથી આરોપીની વોચમાં રહેતા વાંકાનેર બાઉન્ટ્રી ચેક પોસ્ટ પાસેથી પસાર થતા આરોપીને અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યો છે.




