Tuesday, April 28, 2026
HomeGujaratનાના બાળકને વાહન ચલાવવા આપો છો? તો ચેતી જજો...

નાના બાળકને વાહન ચલાવવા આપો છો? તો ચેતી જજો…

Advertisement
Advertisement

મોરબીમાં બાઇક ચલાવતા સગીરના પીતા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

મોરબી માળિયા ફાટક પાસે પિતાએ પોતાના 15 વર્ષના પુત્રને મોટરસાયકલ ચલાવવા આપતા સગીરના પિતા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમિયાન મોરબીના માળિયા ફાટક પાસે રોડ પર હરેશભાઇ દેવરાજભાઇ વામજા (ઉ.વ.52) રહે,મોરબી-૨ મહેન્દ્ર નગર ચોકડી પ્રભુકૃપા રેસીડેન્સી જાનકી એપાર્ટમેન્ટ,303 એ પોતાના પુત્ર રાજ (ઉ.વ.15) સગીર હોવા છતાં મોટરસાયકલ ચલાવવા આપતા નિયમ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હોવાથી એમ.વી. એક્ટ કલમ-૩,૪ તથા ૧૮૦ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular