HomeGujaratપચાસિયા ગામે ઘરવખરી લેવા પૈસા માંગતા પતિએ લાકડી લઈને પત્નીને ઢીબી નાખી 

પચાસિયા ગામે ઘરવખરી લેવા પૈસા માંગતા પતિએ લાકડી લઈને પત્નીને ઢીબી નાખી 

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા પરિણીતાએ ઘરવખરીની ચીજવસ્તુ લેવા માટે પતિ પાસેg પૈસા માંગતા પતિએ ગુસ્સે થઈને લાકડીથી આડેધડ મૂંઢ માર મારી ઈજાઓ પહોંચાડી હતી. જેથી પત્નીએ પતિ વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા અને ઘરકામ ક૨તા મનીષાબેન દિલીપભાઈ ચૌહાણ (ઉ.વ.29) નામની પરિણીતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેણીએ પોતાના પતિ પાસે ઘરવખરીની ચીજવસ્તુ લેવા માટે પૈસા માંગતા આરોપી પતિ દિલીપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણે લાકડીથી માર મારી મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી. જેથી આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular