Tuesday, April 28, 2026
HomeGujaratમોરબીના રાધાપાર્ક-2 માં ઘર પાસે પાર્ક કરેલું બાઇક ચોરી થયું

મોરબીના રાધાપાર્ક-2 માં ઘર પાસે પાર્ક કરેલું બાઇક ચોરી થયું

Advertisement
Advertisement

મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આશાપાર્ક સોસાયટીની પાછળ રાધાપાર્ક-૨ બ્લોક નં.૩મા આધેડના ઘર સામેથી કોઈ અજાણ્યો ચોર બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આશાપાર્ક સોસાયટીની પાછળ રાધાપાર્ક-૨ બ્લોક નં.૩મા રહેતા અમિતભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ.47) એ ચોર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરિયાદીનું 30 હજારની કિંમતનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ સાયકલ ઘર પાસે પાર્ક કરી હતી જેને કોઈ ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular