Tuesday, April 28, 2026
HomeGujaratમોરબી કલેકટરનો પ્રજાજોગ સંદેશ; રાત્રે 7:45થી 8:15 સુધી સમગ્ર જિલ્લામાં લાઈટો બંધ...

મોરબી કલેકટરનો પ્રજાજોગ સંદેશ; રાત્રે 7:45થી 8:15 સુધી સમગ્ર જિલ્લામાં લાઈટો બંધ રાખી બ્લેક આઉટને સફળ બનાવીએ 

Advertisement
Advertisement

દેશમાં હાલ ખૂબ સંવેદનશીલ પરિસ્થિતિ જેવો માહોલ છે જેથી યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે કાલે તા.7 ને બુધવારના રોજ અનેક જિલ્લાઓમાં મોકડ્રિલ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મોકડ્રિલ મોરબીમાં પણ સાંજે 4 વાગ્યે યોજવા જિલ્લા કલેકટર દ્વારા જાહે૨ ક૨વામાં આવ્યું છે. આ સાથે સમગ્ર જિલ્લામાં રાત્રે 7:45થી 8:15 સુધી લાઈટ બંધ રાખવાની સૂચના આપી બ્લેક આઉટને સફળ બનાવવા જિલ્લા કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી છે.

જિલ્લા કલેકટર કિરણ ઝવેરીએ જણાવ્યું હતું કે, મોરબી ખાતે આવતીકાલે બપોરે 4 વાગ્યાથી મોકડ્રિલનું આયોજન કરવામાં આવશે અને મોરબી જિલ્લામાં મહત્તમ પબ્લિક ભેગી થતી હોય તેવા સ્થળે મોકડ્રિલ યોજાશે. યુદ્ધની પરિસ્થિતિને ધ્યાન રાખતા આવતીકાલે સમગ્ર મોરબી જિલ્લામાં રાત્રિના 7: 45 થી 8:15 કલાક સુધી બ્લેક આઉટ એટલે કે સંપૂર્ણ અંધારપટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ માટે પ્રજાજનોને જાગૃત કરવા માટે આહવાન પણ કરવામાં આવ્યું છે.

આપણે સૌએ સાથે મળી રાષ્ટ્રપ્રેમ બતાવવાનો સમય આવી ગયો છે. એક ઐતિહાસિક ઘડી સર્જવા જઈ રહી છે.

મોરબી જિલ્લાની તમામ હોસ્પિટલ તેમજ જરૂરી સંસ્થાઓ સિવાય તમામ ઘરો, તમામ વેપારી પ્રવૃત્તિ થતી જગ્યાઓ, ઉદ્યોગો તેમજ અન્ય સંસ્થાના સ્થળોએ આવતીકાલે રાત્રે 7: 45 થી 8:15 કલાક સુધી લાઈટ બંધ રાખવા અને દેશ હિતની આ પ્રવૃતિને સફળ બનાવવા મોરબીની પ્રજાને અનુરોધ કરવામાં આવ્યો છે.

આ તકે, જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, આપણે કચ્છ સાથે જોડાયેલ છીએ, આપણો દરિયા કિનારો પણ છે એટલે મોરબી જિલ્લો સંવેદનશીલ ગણાય. જેથી આ મોકડ્રિલને લઈને ભ્રામક વાતો ફેલાવવામાં ન આવે અને તંત્રની સૂચનાનું પાલન કરવા અનુરોધ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular