HomeMorbiટંકારામાં નગરનાકા હાઈવે પર આઇટેન કારને ટ્રકે હડફેટે લીધી

ટંકારામાં નગરનાકા હાઈવે પર આઇટેન કારને ટ્રકે હડફેટે લીધી

ટંકારા લતીપર ચોકડીના ઓવરબ્રીજના છેડે નગરનાકા પાસે હાઈવે રોડ પર ટ્રક અચાનક આઇટેન કારને પાછળથી હડફેટે લેતા યુવકની કારમાં નુકસાન થયું હોવાથી યુવકે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ જીલ્લાના દહીસરડા (આજી) ગામે રહેતા રજનીશભાઈ દામજીભાઈ ધમાસણા (ઉ.વ.૩૭) એ ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ ટાટા ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીદગી જોખમાઇ તે રીતે અચાનક પાછળ તરફ આવી ધડાકાભેર ફરિયાદીની ગાડીને હડફેટે લેતા ફરીયાદીની હ્યુન્ડાઇ કંપની આઇ.ટેન કાર જમણી બાજુના બન્ને દરવાજા તથા બંફર તથા ડાબી બાજુના આગળના ટાયરમાં તથા આગળના દરવાજને નુકસાન પહોચાડેલ તથા પાછળનુ ટાયર તથા રીંગ તુટી જતા નુકસાન કરી પોતાની ટ્રક લઇ નાશી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular