Tuesday, April 28, 2026
HomeGujaratમોરબીમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં એક આરોપીને 20 વર્ષ અને બીજા આરોપીને...

મોરબીમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં એક આરોપીને 20 વર્ષ અને બીજા આરોપીને 5 વર્ષની કેદ 

Advertisement
Advertisement

મોરબીમાં સગીરા પર દુષ્કર્મ કરવાની ઘટના બની હતી, જેમાં પોલીસે તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ આ કેસ મોરબી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલોની દલીલો પુરાવા તેમજ પોલીસ તપાસ આધારે મોરબીની ફાસ્ટ ટ્રેક કોર્ટે એક આરોપીને 20 વર્ષની સખત કેદ જ્યારે બીજા એક આરોપીને પાંચ વર્ષની કેદ ફટકારી છે.

મળતી માહિતી મુજબ, મોરબીની એક સગીરાનું કેટરર્સના બહાને અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને ચોટીલા લઈ જઈ આરોપી કાંતિલાલ બહુચરભાઈ ડાભી એ સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્ય હતું તો સાથી આરોપી ભારતીબેન અને જીવરાજભાઈએ સગીરાને આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી માર માર્યો હતો.

આ અંગે જે તે વખતે એ-ડિવિઝન પોલીસ પથકમાં ફરિયાદ નોંધ કરી હતી. આ ફરિયાદ બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને કેસની ચાર્જશીટ ફાઇલ કરતા કેસ મોરબીની સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ નીરજ કારિયા ભોગ બનનાર સગીરા તરફી દલીલો રજુ કરી હતી લગતા પુરાવાઓ તેમજ પોલીસે રજૂ કરેલી સાચી અને અન્ય મહત્વની બાબતો કોર્ટ સમક્ષ રજુ કરી હતી. બીજી તરફ બચાવ પક્ષના વકીલ દ્વારા પણ તેમના અશિલોને બચાવવા જરૂરી દલીલો અન્ય દસ્તાવેજી પુરાવવા રજૂ કર્યા હતા. બંને પક્ષોની દલીલ અને જરૂરી પુરાવાના આધારે કોર્ટે આરોપી કાંતિલાલ અવચરભાઈ ડાભીને 20 વર્ષની કેદ અને રૂપિયા 20,000 નો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત જો આરોપી દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની કેદની પણ હુકમ કર્યો હતો. આ ઉપરાંત સાચી આરોપી જીવરાજભાઈ ધનજીભાઈ અને ભારતીબેન રામજીભાઈને પણ પાંચ વર્ષની કેદ ફટકારી હતી તેમજ બંનેને એમ 20-20 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular