Tuesday, April 28, 2026
HomeGujarat75 વર્ષના વૃદ્ધની વ્હારે આવી મોરબીની આયુષ હોસ્પિટલ, ન્યુરો વિભાગ દ્વારા સફળતાપૂર્વક...

75 વર્ષના વૃદ્ધની વ્હારે આવી મોરબીની આયુષ હોસ્પિટલ, ન્યુરો વિભાગ દ્વારા સફળતાપૂર્વક જટિલ સર્જરી કરી જીવનદાન આપ્યું

Advertisement
Advertisement

પોરબંદરના 75 વર્ષના વૃદ્ધ પડી જતા પીઠના D11 અને D12 મણકાનો ભાગ તૂટી ગયો હતો, જેથી ઉભા રહેવામાં અને ચાલવામાં ખૂબ તકલીફ થતી હતી એટલું જ નહીં કમરનો દુ:ખાવો પણ અસહ્ય હતો.

વધુ ઉંમરના કારણે તેમના મણકા પોલા પડી ગયા હોવાથી ઓપરેશન દ્વારા મૂકવામાં આવતા સ્ક્રૂ ફેઇલ જવાનો ખતરો હતો તેમજ હૃદય 40% જ કાર્યરત હોવાથી જીવનુ જોખમ પણ હતુ. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં પોરબંદરના વૃદ્ધની વ્હારે આવી મોરબીની આયુષ હોસ્પિટલ.

મોરબી ખાતે ન્યુરોસર્જન ડૉ. પ્રતિક પટેલે તથા એનેસ્થેટિસ્ટ ડો. અદિતિએ સીમેન્ટ સાથે સ્ક્રૂનો ઉપયોગ કરી 75 વર્ષિય વડીલનુ મણકાનુ ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડયુ હતું. જે આયુષ હોસ્પિટલની એક નવી સિદ્ધિ કહી શકાય. આ સફળતાપૂર્વક પાર પડેલા ઓપરેશન બાદ વૃદ્ધ અને તેના પરિવારજનોએ ડોકટર તેમજ હોસ્પિટલ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular