HomeMorbiજોધપર ગામે વાડીમાં ઢોર ચરાવવાની ના પાડવાનો ખાર રાખી વાડી માલિકને ધારીયાનો...

જોધપર ગામે વાડીમાં ઢોર ચરાવવાની ના પાડવાનો ખાર રાખી વાડી માલિકને ધારીયાનો ઘા, લાકડી અને ઢીકા પાટુનો માર માર્યો

વાંકાનેર તાલુકાના જોધપર ગામે વાડીમાં વાડી માલિકે ઢોર ચારવાની ના પાડતા તેઓ ટ્રેકટર લઈને જતા હતા ત્યારે ઢોર સાઈડમાં લેવા મામલે ઝઘડો કરી ત્રણ શખ્સોએ ભેંસ અને ઘેટા બકરા ન હટાવી ઝઘડો કરી વાડી માલિક યુવાન પર ધારીયા અને લાકડી વડે હુમલો ક૨તા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા અકબરભાઈ વલીમામદભાઈ શેરસિયા (ઉ.વ.39) નામના ખેડૂત યુવાને આરોપી વિપુલ છેલાભાઈ ટોળીયા, વિજય ઉર્ફે ગાંડીયો છેલાભાઈ ટોળીયા અને આરોપી સુરેશ પબાભાઈ ટોળીયા રહે. તમામ જોધપર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓને અગાઉ વાડીમાં ઢોર ચરાવવાની ના પાડતા તેનો ખાર રાખી ગઈકાલે તેઓ વાડીએથી ટ્રેકટર લઈને જતા હતા ત્યારે આરોપીઓના ઢોર રસ્તા પર હોય હોર્ન મારી માલઢોરને સાઈડમાં લેવાનું કહેતા આરોપીઓએ ઝઘડો કરી ધારીયાનો ઘા મારી લાકડી તેમજ ઢીકા પાટુનો માર માર્યો હતો. બનાવ અંગે ફરિયાદી અકબરભાઈની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular