HomeMorbiવાંકાનેરના થિકરિયાળા ગામના દંપતિની રિક્ષાને આઇસરે હડફેટે લેતા મહિલાનું મોત, ત્રણ માસૂમોએ...

વાંકાનેરના થિકરિયાળા ગામના દંપતિની રિક્ષાને આઇસરે હડફેટે લેતા મહિલાનું મોત, ત્રણ માસૂમોએ માતાની છત્રછાયા ગુમાવી, પિતા અને બાળકોને પણ ઇજા 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના થિકરિયાળા ગામે રહેતુ દંપતી બાળકો સાથે સીએનજી રીક્ષામાં જઇ રહ્યું હતું ત્યારે વાંકાનેરના અમરનગર નજીક આઇસર ચાલકે સીએનજી રીક્ષાને હડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જતા રીક્ષામાં બેઠેલી મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે રીક્ષા ચાલક પતિ તેમજ ત્રણ બાળકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના થિકરિયાળા ગામે રહેતા અને રીક્ષા ચલાવતા જગદીશભાઈ હમીરભાઈ બેડવા, તેમના પત્ની શોભનાબેન ઉર્ફે સેજલબેન જગદીશભાઈ બેડવા અને તેમના ત્રણ બાળકો રીક્ષામાં જતા હતા ત્યારે અજાણ્યા આઇસર ટ્રક ચાલકે અમરનગર ગામ નજીક રીક્ષાને હડફેટે લઈ અકસ્માત સર્જતા આ ગમખ્વાર અકસ્માતમાં જગદીશભાઈ તેમજ તેમના ત્રણ દીકરાને ઈજાઓ પહોંચી હતી. જ્યારે શોભનાબેન ઉર્ફે સેજલબેનનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ આઇસર ચાલક નાસી ગયો હતો. શોભનાબેનના મૃત્યુથી ત્રણ માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. બનાવ અંગે જગદીશભાઈના ભાઈ હરેશભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

Most Popular